arrow_backલોગ-ઈન પેજ
auto_awesome

સોફ્ટવેરમાં શું શું સુવિધા છે?Features & Modules

એક જ લોગ-ઈનમાં શાળાનું આખું વહીવટી કામ — ૨૫ થી વધુ મોડ્યુલ, બધું ગુજરાતીમાં, મોબાઈલ અને કમ્પ્યુટર બંને પર. નીચે વિભાગ પ્રમાણે આખી યાદી છે.

event_availableછેલ્લે સુધારો: ૨૪ ઓગસ્ટ, ૨૦૨૬

star૧. સોફ્ટવેરની ખાસ વાતWhy this software

translate
આખું ગુજરાતીમાંદરેક સ્ક્રીન, દરેક નમૂનો અને દરેક PDF ગુજરાતીમાં — શીખવા માટે તાલીમની જરૂર નથી.
devices
મોબાઈલ + કમ્પ્યુટરએક જ લોગ-ઈન બંને પર ચાલે. શાળામાં કમ્પ્યુટર પર, ઘરે ફોન પર.
cloud_done
ક્લાઉડમાં આપોઆપ સેવડેટા આપોઆપ ક્લાઉડમાં સચવાય. ફોન ખોવાય કે કમ્પ્યુટર બગડે તો પણ ડેટા સલામત.
picture_as_pdf
તૈયાર A4 નમૂનારજીસ્ટર, પત્રક, પ્રમાણપત્ર — સીધા છાપી શકાય એવી ચોખ્ખી PDF.
install_mobile
એપ તરીકે ઇન્સ્ટોલવેબસાઈટને ફોન કે કમ્પ્યુટરમાં એપ માફક ઇન્સ્ટોલ કરી શકાય (PWA).
admin_panel_settings
શિક્ષક પરમિશનકયા શિક્ષકને કયું મોડ્યુલ અને કયો વર્ગ દેખાય — આચાર્ય જાતે નક્કી કરે.
sync_alt
એક ડેટા, બધે વપરાયGR માં એક વાર વિદ્યાર્થી ભરો — હાજરી, LC, બચત, હેલ્થ, પરીક્ષા બધે એ જ યાદી.
table_view
Excel આયાત / નિકાસજૂનો ડેટા Excel થી એકસાથે ચઢાવો, અને ગમે ત્યારે નિકાસ કરીને બેકઅપ રાખો.

groups૨. વિદ્યાર્થી વિભાગStudent modules

how_to_reg
દૈનિક હાજરીધોરણ-વાર દૈનિક હાજરી, QR સ્કેનથી હાજરી, હાજરી બુક (મસ્ટર), માસિક રિપોર્ટ, ગેરહાજર ફોલો-અપ, વહેલી રજા નોંધ અને QR ઓળખકાર્ડ.
assignment
જનરલ રજીસ્ટર (GR)ધોરણ-વાર વિદ્યાર્થી યાદી, ૨૭ ખાનાંનું પૂરું ફોર્મ, Excel આયાત/નિકાસ, ઝડપી કૉલમવાર ભરણી અને આવક-જાવક નોંધ.
description
LC રજીસ્ટરશાળા છોડ્યાનું પ્રમાણપત્ર — વિદ્યાર્થી ઉમેરો, LC ડાઉનલોડ, આખા રજીસ્ટરની PDF અને કોરું LC.
workspace_premium
પત્રક Gઅભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીનું શાળાંત પ્રમાણપત્ર અને એનું રજીસ્ટર.
child_care
વાલી સર્ટી — બાલવાટિકાબાલવાટિકા પ્રવેશ માટેનું વાલી સર્ટી ફોર્મ, યાદી અને Excel અપલોડ.
menu_book
વાલી સર્ટી — ધોરણ ૧ધોરણ ૧ ના પ્રવેશ માટેનું વાલી સર્ટી ફોર્મ અને યાદી.
savings
વિદ્યાર્થી બચત બેંકવર્ગ-વાર બચત પાસબુક — જમા/ઉપાડ, માસિક કલેક્શન, વ્યાજ જમા, ખાતું બંધ/ફરી ચાલુ અને પાસબુક PDF.
monitor_heart
હેલ્થ કોર્નરમાસિક ઊંચાઈ-વજનની નોંધ, BMI, વૃદ્ધિ ડેશબોર્ડ, વાલી-જાણ યાદી અને આરોગ્ય રિપોર્ટ PDF.
emoji_events
સ્પર્ધાત્મક પરીક્ષાનવોદય, CET, PSE, NMMS, જ્ઞાન સાધના, ચિત્રકામ — GR માંથી આપોઆપ નોંધણી, સીટ નંબર, દસ્તાવેજ, પરિણામ અને પ્રમાણપત્ર.
auto_stories
નિપુણ ગુજરાત FLNબાલવાટિકા થી ધોરણ ૫ — ગુજરાતી અને ગણિતનું વિધાન-વાર ટ્રેકર, ઉદયમાન/પ્રગતિશીલ/નિપુણ ઓટો ગણતરી, બેઝલાઇન સર્વે અને A4 પ્રગતિ કાર્ડ.
directions_bus
ટ્રાન્સપોર્ટેશનશાળા ટ્રાન્સપોર્ટ દરખાસ્ત, વાહન અને વિદ્યાર્થીની વિગત, દૈનિક હાજરી અને UTC.

co_present૩. શિક્ષક વિભાગTeacher modules

people
શિક્ષક મસ્ટરશિક્ષકોની વિગત, રજા અને વાર્ષિક મસ્ટર રજીસ્ટરની આખા વર્ષની પ્રિન્ટ.
badge
શિક્ષક પ્રોફાઇલફોટો, બેંક, કોડ અને તારીખો સહિતની પૂરી વિગત, તાલીમ + પ્રમાણપત્ર, દસ્તાવેજ ખાનું, ઓળખકાર્ડ અને A4 PDF.
calendar_month
સમયપત્રકમસ્ટરમાંથી શાળા અને શિક્ષકો લઈ આપોઆપ ટાઇમટેબલ — વર્ગ-વાર / શિક્ષક-વાર HD PDF અને ટકરાવ (clash) રિપોર્ટ.
campaign
સૂચના પોથીશિક્ષકોને આપવાની સૂચના — સહી કોષ્ટક સાથે A4 PDF. પે સેન્ટર માટે પેટા શાળાની સૂચના પોથી પણ.
people_outline
શિક્ષક પરમિશનશિક્ષકનાં એકાઉન્ટ મંજૂર કરો, કયું મોડ્યુલ અને કયો વર્ગ દેખાડવો એ મોડ્યુલ-દીઠ નક્કી કરો.

account_balance૪. શાળા આયોજનSchool planning modules

verified
ગુણોત્સવ ૨.૦ (SQAAF)SQAAF ની આખી ચેકલિસ્ટ — પ્રગતિ, પુરાવા અપલોડ અને શાળાની માહિતીમાંથી આપોઆપ બનતા દસ્તાવેજ.
account_balance
SDP — શાળા વિકાસ યોજનાસરકારી ૨૭-પેજની SDP યોજના + બેઝલાઈન એસેસમેન્ટ — શાળાની વિગત આપોઆપ ભરાય, નમૂના જવાબ અને A4 PDF.
crisis_alert
આપત્તિ અને વ્યવસ્થાપન પ્લાન (SDMP)GSDMA નું આખું ફોર્મેટ — વિભાગ ૧ થી ૫ અને પરિશિષ્ટ ૧ થી ૧૦, સમિતિ-ટુકડીમાં શિક્ષક/વિદ્યાર્થી/SMC સભ્ય પસંદ કરો, શાળાનો પોતાનો નકશો બનાવો અને આખો પ્લાન એક જ PDF માં.
event_note
વાર્ષિક પ્રવૃત્તિ આયોજનજૂનથી એપ્રિલ સુધીની માસવાર પ્રવૃત્તિ, શિક્ષક સોંપણી, ફોટા સાથે અહેવાલ અને પ્રગતિ ડેશબોર્ડ.
eco
ઈકો ક્લબમાસ-વાર થીમ અને કામગીરી — સોંપણી, અહેવાલ + ફોટા, સ્પર્ધા મૂલ્યાંકન, વિજેતા યાદી અને PDF.
menu_book
આચાર્ય લોગ બુકડિજિટલ વર્ગ નિરીક્ષણ — ૧૬ વિભાગનું ફોર્મ, રેટિંગ-ગ્રેડ, ફોટો-સહી, શિક્ષક/ધોરણ/વિષય વિશ્લેષણ, ડાયરી PDF અને Excel.
celebration
ઉજવણી કોર્નરજન્મદિવસ કાર્ડ, આજનું ગુલાબ, માસનો સિતારો અને શિક્ષક ઉજવણી — ફોટા સાથે WhatsApp પર શેર.
drive_file_rename_outline
લેટરપેડ સ્ટુડિયોશાળાનું લેટરહેડ ડિઝાઇન કરો, પત્ર લખો, આવક-જાવક નોંધો અને PDF ડાઉનલોડ કરો.

settings૫. સેટિંગ્સ અને સહાયSettings & support

settings
શાળા વિગતોશાળાનું નામ, લોગો, ફોટા, આચાર્યની સહી અને સિક્કો — બધા નમૂનામાં આપોઆપ વપરાય છે.
notifications_active
સૂચના કેન્દ્રનવી સૂચના, સોંપણી કે બાકી અહેવાલની જાણ — સોફ્ટવેરમાં અને ફોનની સ્ક્રીન પર.
support_agent
પ્રતિભાવ / ફરિયાદકોઈ પણ સવાલ, સમસ્યા કે સૂચન સીધું અમારા સુધી પહોંચાડો.
groups
WhatsApp ગ્રુપનવા અપડેટ અને ઉપયોગની ટીપ્સ મેળવવા અમારા ગ્રુપમાં જોડાઓ.

payments૬. ભાવ અને ચુકવણીPrice & payment

🆓 સાત મોડ્યુલ કાયમ મફત રહેશે — એના માટે ક્યારેય પૈસા ભરવાના નથી : જનરલ રજીસ્ટર (GR) · LC રજીસ્ટર · પત્રક G · વાલી સર્ટિ (બાલવાટિકા) · વાલી સર્ટિ (ધોરણ ૧) · સ્પર્ધાત્મક પરીક્ષા · આચાર્ય લોગ બુક. (સાથે શાળાની માહિતી, શિક્ષક પરમિશન અને પ્રતિભાવ પણ મફત જ.)

બાકીનાં મોડ્યુલ ચાર કોમ્બો પેક માં વહેંચ્યાં છે. જે જોઈએ એ જ પેક લો — બધા લેવા ફરજિયાત નથી.

પેકએમાં શું મળે
🎓 વિદ્યાર્થી પેકવિદ્યાર્થી દૈનિક હાજરી · ટ્રાન્સપોર્ટેશન · હેલ્થ કોર્નર · વિદ્યાર્થી બચત બેંક · ડિજિટલ લાયબ્રેરી
👩‍🏫 શિક્ષક-વહીવટ પેકશિક્ષક મસ્ટર · સમયપત્રક · રજા માંગણી · શિક્ષક પ્રોફાઇલ · સૂચના પોથી · લેટરપેડ સ્ટુડિયો
📊 ગુણવત્તા પેકગુણોત્સવ ૨.૦ (SQAAF) · નિપુણ ગુજરાત FLN · SDP · આપત્તિ અને વ્યવસ્થાપન પ્લાન · શાળા પરીક્ષા · પેપર જનરેટર
🎉 પ્રવૃત્તિ પેકવાર્ષિક પ્રવૃત્તિ આયોજન · ઈકો ક્લબ · બાળસંસદ · SMC સમિતિ · ઉજવણી કોર્નર

ભાવ શાળાની વિદ્યાર્થી-સંખ્યા પ્રમાણે — નાની શાળાને ઓછો ભાવ. બધા ભાવ એક વર્ષ અને એક શાળા (એક ડાયસકોડ) માટે.

કેટલા પેક૧ – ૨૦૦ વિદ્યાર્થી૨૦૧ – ૫૦૦૫૦૧ થી વધુ
કોઈ પણ ૧ પેક₹ ૫૯૯₹ ૮૪૯₹ ૧,૦૯૯
કોઈ પણ ૨ પેક₹ ૧,૦૯૯₹ ૧,૫૪૯₹ ૧,૯૯૯
કોઈ પણ ૩ પેક₹ ૧,૪૯૯₹ ૨,૦૯૯₹ ૨,૬૯૯
🏆 આખું સોફ્ટવેર (ચારેય પેક)₹ ૧,૮૯૯₹ ૨,૫૯૯₹ ૩,૨૯૯

જેટલા વધુ પેક, એટલી વધુ છૂટ. દા.ત. ૧–૨૦૦ વિદ્યાર્થીની શાળા ચારેય પેક છૂટા લે તો ₹ ૨,૩૯૬ થાય — આખું સોફ્ટવેર ₹ ૧,૮૯૯ માં, એટલે ₹ ૪૯૭ ની બચત. આખા સોફ્ટવેરના પેકમાં એ વર્ષે આવનારાં નવાં મોડ્યુલ પણ મફત મળે છે.

💳 બિલ ₹ ૨,૦૦૦ થી વધે તો બે હપ્તે ભરી શકાશે — અડધું અત્યારે, અડધું ૬ મહિને. શાળાને બે અલગ બિલ મળે છે. હપ્તા લેવાથી કુલ ₹ ૧૦૦ વધુ થાય છે (એકસાથે ભરો તો એટલા બચે). ₹ ૨,૦૦૦ થી નીચેના બિલમાં હપ્તાની જરૂર જ પડતી નથી.
વિગતશું છે
મુદત૧ વર્ષ (૩૬૫ દિવસ)
કોના માટેએક શાળા (એક ડાયસકોડ)
ચુકવણીRazorpay — UPI / કાર્ડ / નેટ બેંકિંગ
બિલદરેક ચુકવણીની રસીદ સોફ્ટવેરમાં જ «🧾 મારાં બિલ» માંથી PDF
GSTલાગુ પડતો નથી
ઉપરનાં પેકવાળાં મોડ્યુલ માટે ચુકવણી હવે ચાલુ છે (૨૪ ઓગસ્ટ, ૨૦૨૬ થી). કાયમ મફત મોડ્યુલ એ પછી પણ મફત જ છે. પહેલેથી ખરીદેલું હોય તો એ એની મુદત પૂરી થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે — કંઈ ઓછું થતું નથી. અને તમારો ભરેલો ડેટા ક્યારેય જતો નથી — મુદત પૂરી થાય તોય સચવાયેલો રહે છે, ફરી ભરો એટલે જેમનો તેમ મળે.

પેમેન્ટ સંબંધી શરતો રિફંડ નીતિ પાના પર છે. સબસ્ક્રિપ્શન આપોઆપ રિન્યુ થતું નથી — બેંક ખાતામાંથી આપોઆપ કોઈ રકમ કપાતી નથી.

હવે શરૂ કરવું છે? → કેવી રીતે use કરશો? (પગલાં-વાર માર્ગદર્શન)

contact_supportસંપર્ક કરો

કોઈ સુવિધા વિશે વધુ જાણવું હોય કે નવી સુવિધાનું સૂચન કરવું હોય તો અમને લખો.

apartment
સેવા આપનારTeacher Design Lab
mail
ઇમેઇલsmcsoftware@teacherdesignlab.in
call
ફોન / વોટ્સએપ+91 6353103822
location_on
સરનામું[સરનામું], ગુજરાત, ભારત