૧. શરૂ કરતાં પહેલાં આટલું તૈયાર રાખોBefore you start
- શાળાનો ૧૧ આંકડાનો ડાયસકોડ (U-DISE)
- એક ચાલુ ઇમેઇલ આઇડી (પાસવર્ડ ભૂલી જાઓ ત્યારે એના પર જ લિંક આવશે)
- શાળાનો લોગો અને આચાર્યની સહી-સિક્કો ના ફોટા (હોય તો — પછી પણ ઉમેરી શકાય)
- વિદ્યાર્થીઓની યાદી — Excel ફાઈલ હોય તો કામ ખૂબ ઝડપી થશે
- ઇન્ટરનેટ ચાલુ હોય એવો મોબાઈલ કે કમ્પ્યુટર
૨. આચાર્ય માટે — ૬ પગલાંFor the principal
-
એકાઉન્ટ બનાવો
લોગ-ઈન પેજ પર "નવું એકાઉન્ટ" ટૅબ ખોલો → યુઝર પ્રકારમાં આચાર્ય પસંદ કરો → ડાયસકોડ, ઇમેઇલ અને પાસવર્ડ ભરી એકાઉન્ટ બનાવો.
પાસવર્ડ ઓછામાં ઓછો ૬ અક્ષરનો રાખવો અને ક્યાંક લખી રાખવો.
-
શાળાની વિગત ભરો
ડેશબોર્ડ પર "શાળા વિગતો" ખોલો → શાળાનું નામ (ગુજરાતી + English), ગામ, તાલુકો, જિલ્લો, લોગો, આચાર્યની સહી અને સિક્કો ભરો.
આ એક વારનું કામ છે — પછી LC, પત્રક, પ્રમાણપત્ર, ઓળખકાર્ડ બધા નમૂનામાં આ વિગત આપોઆપ છપાશે. -
વર્ગ અને વિદ્યાર્થી ચઢાવો
જનરલ રજીસ્ટર (GR) ખોલો — આ સોફ્ટવેરનું પાયાનું મોડ્યુલ છે. વિદ્યાર્થી ચઢાવવાની ત્રણ રીત છે:
- Excel અપલોડ — તૈયાર નમૂનો ઉતારો, એમાં યાદી ભરો અને એકસાથે ચઢાવો (સૌથી ઝડપી)
- ઝડપી કૉલમવાર ભરણી — એક ખાનામાં આખા વર્ગનાં નામ ટાઇપ કે પેસ્ટ કરો
- એક-એક ફોર્મ — નવો પ્રવેશ થાય ત્યારે
GR માં એક વાર બરાબર ભરેલી યાદી હાજરી, LC, બચત બેંક, હેલ્થ કોર્નર, પરીક્ષા — બધે એની એ જ વપરાય છે. એટલે અહીં ધ્યાનથી ભરવું. -
શિક્ષકોને જોડો અને પરમિશન આપો
શિક્ષકોને કહો કે તેઓ શિક્ષક તરીકે પોતાનું એકાઉન્ટ બનાવે (નીચે વિભાગ ૩ જુઓ). પછી તમે "શિક્ષક પરમિશન" ખોલીને દરેક શિક્ષક માટે નક્કી કરો:
- કયાં મોડ્યુલ દેખાય (હાજરી, બચત બેંક, પ્રવૃત્તિ…)
- કયો વર્ગ ફાળવવો — મોડ્યુલ પ્રમાણે અલગ વર્ગ પણ આપી શકાય
-
જે મોડ્યુલ જોઈએ એ વાપરવાનું શરૂ કરો
ડેશબોર્ડ પરથી કોઈ પણ મોડ્યુલ ખોલો. ⭐ વારંવાર વપરાતાં મોડ્યુલને પિન કરી શકાય, અને ઉપરના સર્ચ ખાનામાં નામ લખીને પણ સીધું ખોલી શકાય.
કયું મોડ્યુલ શું કરે છે એની આખી યાદી → સોફ્ટવેરમાં સુવિધા
-
સબસ્ક્રિપ્શન લો
સોફ્ટવેરનાં બધાં જ મોડ્યુલ માટે એક જ ફિક્સ ભાવ ₹ ૧૯૪૯ છે (એક શાળા, એક વર્ષ) — સોફ્ટવેરમાં જ ઓનલાઈન ભરી શકાય છે.
હાલ થોડો સમય તમે સોફ્ટવેર વાપરી શકો છો. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ થી ચુકવણી કરવાની રહેશે, જે એક વર્ષ માટેની રહેશે.
ભાવ અને શરતો → રિફંડ નીતિ
૩. શિક્ષક માટે — ૩ પગલાંFor teachers
-
તમારું એકાઉન્ટ બનાવો
"નવું એકાઉન્ટ" ટૅબ → યુઝર પ્રકારમાં શિક્ષક → આ ભરો:
- ડાયસકોડ — તમારી શાળાનો જ (આચાર્યનું એકાઉન્ટ પહેલાં બનેલું હોવું જોઈએ)
- યુઝરનેમ — અંગ્રેજીમાં ટૂંકું નામ, દા.ત.
ramesh(એક શાળામાં એક જ વાર વપરાય) - પૂરું નામ ગુજરાતીમાં, ઇમેઇલ અને પાસવર્ડ
-
આચાર્ય પાસે પરમિશન લો
એકાઉન્ટ બન્યા પછી આચાર્યશ્રીને કહો કે "શિક્ષક પરમિશન" માંથી તમને જોઈતાં મોડ્યુલ અને તમારો વર્ગ ફાળવે. જ્યાં સુધી પરમિશન ન મળે ત્યાં સુધી બધાં મોડ્યુલ દેખાશે નહીં.
-
લોગ-ઈન કરી કામ શરૂ કરો
હવે પછી ડાયસકોડ + યુઝરનેમ + પાસવર્ડ થી લોગ-ઈન કરો. તમને ફાળવેલા વર્ગનો જ ડેટા દેખાશે.
૪. રોજનું કામ — ૨ મિનિટમાંDaily routine
હાજરી પૂરવી
- દૈનિક હાજરી ખોલો → ધોરણ પસંદ કરો → ગેરહાજર વિદ્યાર્થી પર ટિક કરો → "હાજરી પૂરી કરો" દબાવો.
- આખો વર્ગ ગેરહાજર હોય (રજા/પ્રવાસ) તો પણ "હાજરી પૂરી કરો" દબાવવું જ — તો જ એ નોંધાય છે.
- શિક્ષક હાજરી પૂરે એટલે આચાર્યની સ્ક્રીન પર આપોઆપ દેખાય છે — રિફ્રેશ કરવાની જરૂર નથી.
- QR ઓળખકાર્ડ છપાવ્યાં હોય તો QR સ્કેન થી પણ હાજરી પૂરી શકાય.
મહિનાના અંતે
- હાજરી બુક (મસ્ટર) — આખા મહિનાનું પત્રક તૈયાર, સીધું છાપી શકાય.
- માસિક રિપોર્ટ — સરેરાશ હાજરી, ધોરણ-વાર આંકડા.
- ગેરહાજર ફોલો-અપ — વધુ ગેરહાજર રહેતા વિદ્યાર્થીની યાદી અને વાલીને WhatsApp સંદેશ.
૫. એપ તરીકે ઇન્સ્ટોલ કરોInstall as an app
આ વેબસાઈટ છે, પણ એને મોબાઈલ કે કમ્પ્યુટરમાં એપની જેમ ઇન્સ્ટોલ કરી શકાય છે — પછી દર વખતે બ્રાઉઝરમાં સરનામું લખવું ન પડે.
- એન્ડ્રોઇડ ફોન: Chrome માં લોગ-ઈન પેજ ખોલો → નીચે દેખાતું "એપ તરીકે ઇન્સ્ટોલ કરો" બટન દબાવો (અથવા મેનૂ ⋮ → "Add to Home screen").
- iPhone / iPad: Safari માં ખોલો → Share બટન → "Add to Home Screen".
- કમ્પ્યુટર: Chrome / Edge ના સરનામાં-પટ્ટીની જમણી બાજુ દેખાતું ઇન્સ્ટોલ ચિહ્ન દબાવો.
૬. બેકઅપ અને સલામતીBackup & safety
- તમારો ડેટા આપોઆપ ક્લાઉડમાં સચવાય છે — ફોન ખોવાય કે કમ્પ્યુટર બગડે તો પણ બીજા ડિવાઇસ પરથી લોગ-ઈન કરતાં બધું મળી જશે.
- તો પણ વર્ષમાં બે-ત્રણ વાર GR માંથી Excel નિકાસ કરીને એક નકલ તમારી પાસે રાખવી — બેકઅપનું બટન મોડ્યુલમાં જ છે.
- શેર થતા કમ્પ્યુટર પર લોગ-ઈન કરો ત્યારે "મને યાદ રાખો" ની ટિક હટાવવી અને કામ પૂરું થયે લોગ-આઉટ કરવું.
- પાસવર્ડ કોઈને આપવો નહીં. ભૂલી જાઓ તો લોગ-ઈન પેજ પરથી "પાસવર્ડ ભૂલી ગયા?" વાપરો.
- વિદ્યાર્થીની અંગત માહિતી (આધાર, બેંક વિગત) જરૂર પૂરતી જ ભરવી.
૭. વારંવાર પુછાતા સવાલFrequently asked questions
પાસવર્ડ ભૂલી ગયો છું, હવે શું?
લોગ-ઈન પેજ પર "પાસવર્ડ ભૂલી ગયા?" દબાવો → યુઝર પ્રકાર, ડાયસકોડ (અને શિક્ષક હો તો યુઝરનેમ) ભરો → રીસેટ લિંક મોકલો. તમારા રજીસ્ટર્ડ ઇમેઇલ પર લિંક આવશે. ઇમેઇલ ન દેખાય તો Spam / Promotions ફોલ્ડર જોવું.
"આ ડાયસકોડની કોઈ શાળા રજીસ્ટર થયેલ નથી" એવું આવે છે
તમે શિક્ષક તરીકે એકાઉન્ટ બનાવી રહ્યા છો પણ તમારી શાળાના આચાર્યનું એકાઉન્ટ હજી બન્યું નથી. પહેલાં આચાર્યશ્રી પોતાનું એકાઉન્ટ બનાવે, પછી શિક્ષકો બનાવી શકશે.
શિક્ષકને મોડ્યુલ કે વર્ગ દેખાતો નથી
એ પરમિશનનો સવાલ છે. આચાર્યશ્રી "શિક્ષક પરમિશન" ખોલી, એ શિક્ષકના કાર્ડમાં જોઈતાં મોડ્યુલ ચાલુ કરે અને વર્ગ ફાળવે. શિક્ષક પછી લોગ-આઉટ કરી ફરી લોગ-ઈન કરે એટલે દેખાવા લાગશે.
પેમેન્ટ થઈ ગયું પણ સોફ્ટવેર ચાલુ ન થયું
પહેલાં લોગ-આઉટ કરી ફરી લોગ-ઈન કરો — મોટા ભાગે આટલાથી ચાલુ થઈ જાય છે. ન થાય તો ખરીદી-સ્ક્રીન પર પેમેન્ટ ID (pay_XXXXXXXXXXXX) નાખીને દાવો નોંધાવો; અમે ચકાસીને ચાલુ કરી દઈશું. વિગત → રિફંડ નીતિ.
ઇન્ટરનેટ ન હોય તો ચાલશે?
એક વાર ખૂલી ગયા પછી પાનું ઝડપથી ખૂલે એ માટે થોડો ડેટા તમારા ડિવાઇસમાં જ સચવાય છે. પણ નવો ડેટા સેવ કરવા અને બીજા ડિવાઇસ સાથે મેળ ખાવા માટે ઇન્ટરનેટ જરૂરી છે. નેટવર્ક ધીમું હોય તો સેવ કરતી વખતે થોડી રાહ જોવી અને "સેવ થયું" નો સંદેશ આવે પછી જ પાનું બંધ કરવું.
એક જ એકાઉન્ટ મોબાઈલ અને કમ્પ્યુટર બંને પર ચાલે?
હા. એક જ ડાયસકોડ અને પાસવર્ડથી બંને પર લોગ-ઈન થાય છે અને એક જગ્યાએ સેવ કરેલો ડેટા બીજી જગ્યાએ પણ દેખાય છે.
PDF છાપતાં લખાણ કપાઈ જાય છે કે પાનું બગડે છે
પ્રિન્ટ કરતી વખતે કાગળનું માપ A4 અને Margins: Default રાખવું, અને "Scale" ને 100% / Fit to page રાખવું. મોબાઈલમાં પહેલાં PDF ડાઉનલોડ કરી, પછી એ ફાઈલમાંથી પ્રિન્ટ આપવી.
વિદ્યાર્થી બીજી શાળામાં જાય તો શું કરવું?
LC રજીસ્ટર માંથી એનું LC કાઢો. LC નીકળે એટલે એ વિદ્યાર્થી "ચાલુ" યાદીમાંથી નીકળી જાય છે, પણ એનો રેકોર્ડ રજીસ્ટરમાં કાયમ રહે છે.
નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારે શું કરવું?
GR માં વર્ગ-બઢતી (પ્રમોશન) કરો અને નવા પ્રવેશ ઉમેરો. જૂના વર્ષનો ડેટા ભૂંસાતો નથી — હાજરી અને રિપોર્ટમાં જૂનું વર્ષ પસંદ કરીને જોઈ શકાય છે.
અમારો ડેટા સલામત છે? બીજી શાળા જોઈ શકે?
ના, જોઈ શકતી નથી. દરેક શાળાનો ડેટા એના ડાયસકોડના અલગ ખાનામાં રહે છે અને સર્વર-નિયમો (Security Rules) બીજી શાળાને એ વાંચવા દેતા નથી. વિગત માટે ગોપનીયતા નીતિ જુઓ.
સોફ્ટવેર અપડેટ કેવી રીતે થાય?
આપોઆપ. તમારે કશું ડાઉનલોડ કરવાનું નથી — પાનું ફરી ખોલતાં નવું વર્ઝન આવી જાય છે. કોઈ નવી સુવિધા દેખાય નહીં તો એક વાર પાનું રિફ્રેશ કરો કે લોગ-આઉટ કરી ફરી લોગ-ઈન કરો.
૮. તો પણ મદદ જોઈએ છે?Still need help?
- સોફ્ટવેરમાં જ "આપના પ્રતિભાવો" ખોલીને તમારો સવાલ કે સમસ્યા લખી મોકલો — એ સીધી અમારા સુધી પહોંચે છે.
- નવા અપડેટ અને ઉપયોગની ટીપ્સ માટે અમારા WhatsApp ગ્રુપ માં જોડાઓ (ડેશબોર્ડ પર કડી છે).
- તાત્કાલિક જરૂર હોય તો નીચેના ઇમેઇલ પર શાળાનું નામ અને ડાયસકોડ સાથે લખો.