arrow_backલોગ-ઈન પેજ
currency_exchange

રિફંડ અને રદ કરવાની નીતિRefund & Cancellation Policy

પેમેન્ટ કરતાં પહેલાં આ પાનું વાંચી લેવું. અહીં ચોખ્ખું લખ્યું છે કે કયા સંજોગોમાં રકમ પરત મળે છે, કયામાં નથી મળતી, અને પરત મેળવવા શું કરવું.

event_availableછેલ્લે સુધારો: ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬

summarize૧. ટૂંકમાં નીતિPolicy in short

આ એક ડિજિટલ સેવા છે — પેમેન્ટ થતાં જ મોડ્યુલ તરત ચાલુ થઈ જાય છે. એટલે વપરાયેલા સબસ્ક્રિપ્શનનું રિફંડ મળતું નથી. રિફંડ ફક્ત ડુપ્લિકેટ (બે વાર થયેલા) અથવા નિષ્ફળ/અધૂરા પેમેન્ટ માટે જ મળે છે.
ખરીદતાં પહેલાં ચકાસી લો: સોફ્ટવેરનાં બધાં જ મોડ્યુલ માટે એક જ ફિક્સ ભાવ ₹ ૧૯૪૯ છે (એક શાળા, એક વર્ષ). હાલ થોડો સમય સોફ્ટવેર વાપરી શકાય છે — ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ થી ચુકવણી કરવાની રહેશે. પૈસા ભરતાં પહેલાં એક વાર જાતે વાપરી લેવું, જેથી પછી પસ્તાવો ન થાય.

sell૨. શું ખરીદાય છે અને કેટલામાંWhat you are buying

  • ખરીદી એટલે સોફ્ટવેરનાં બધાં જ મોડ્યુલ નું ૧ વર્ષ (૩૬૫ દિવસ) નું સબસ્ક્રિપ્શન.
  • ભાવ ફિક્સ ₹ ૧૯૪૯ છે — વિદ્યાર્થી-સંખ્યા કે મોડ્યુલ પ્રમાણે અલગ અલગ પ્લાન નથી. ભાવ ભારતીય રૂપિયા (₹) માં, એક વર્ષ માટે, એક શાળા (એક ડાયસકોડ) માટે.
  • સબસ્ક્રિપ્શન આપોઆપ રિન્યુ થતું નથી — બેંક ખાતામાંથી આપોઆપ કોઈ રકમ કપાતી નથી.
વિગતશું છે
ભાવ₹ ૧૯૪૯ (ફિક્સ)
મુદત૧ વર્ષ (૩૬૫ દિવસ)
કોના માટેએક શાળા (એક ડાયસકોડ)
શું સામેલસોફ્ટવેરનાં બધાં મોડ્યુલ અને એનાં અપડેટ
ચુકવણી ક્યારથી૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ થી
હાલ થોડો સમય તમે સોફ્ટવેર વાપરી શકો છો. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ થી ચુકવણી કરવાની રહેશે, જે એક વર્ષ માટેની રહેશે.

ભાવ બદલાઈ શકે છે. ખરીદી વખતે સોફ્ટવેરમાં દેખાતો ભાવ જ અંતિમ ગણાશે.

check_circle૩. રિફંડ ક્યારે મળેWhen a refund is given

નીચેના સંજોગોમાં પૂરેપૂરી રકમ પરત આપવામાં આવે છે:

  • ડુપ્લિકેટ પેમેન્ટ — એક જ સબસ્ક્રિપ્શન માટે ભૂલથી બે (કે વધુ) વાર રકમ કપાઈ હોય. વધારાની બધી રકમ પરત મળશે.
  • નિષ્ફળ પેમેન્ટ — બેંક ખાતામાંથી રકમ કપાઈ પણ પેમેન્ટ નિષ્ફળ ગયું અને મોડ્યુલ ચાલુ ન થયું.
  • ટેકનિકલ કારણે સેવા ન મળી — પેમેન્ટ પછી પણ અમારી બાજુની ટેકનિકલ ખામીના કારણે મોડ્યુલ ચાલુ ન થઈ શક્યું અને અમે એ સુધારી ન શક્યા.
  • ખોટી રકમ — ભાવ કરતાં વધારે રકમ કપાઈ હોય તો વધારાની રકમ પરત મળશે.
આવો કિસ્સો બને ત્યારે પેમેન્ટની તારીખથી ૭ દિવસમાં અમને જાણ કરવી. મોડું થાય તો બેંક/ગેટવે તરફથી તપાસ કરવી અઘરી બને છે.

cancel૪. રિફંડ ક્યારે ન મળેWhen a refund is not given

  • સબસ્ક્રિપ્શન ચાલુ થઈ ગયું અને મોડ્યુલ વપરાવાનું શરૂ થઈ ગયું — પછી "હવે નથી જોઈતું" કહેવાથી રિફંડ મળશે નહીં.
  • વર્ષ પૂરું થાય એ પહેલાં વાપરવાનું બંધ કરો — બાકીના મહિનાના પૈસા પરત મળતા નથી (કોઈ પ્રમાણસર/pro-rata રિફંડ નહીં).
  • શાળા બંધ થાય, વિદ્યાર્થી-સંખ્યા ઘટે કે આચાર્ય/શિક્ષક બદલાય — એ કારણે રિફંડ મળતું નથી.
  • ઇન્ટરનેટ ન હોવું, ડિવાઇસ બગડવો, વીજળી ન હોવી કે વપરાશકર્તાની ભૂલથી ડેટા ખોટો ભરાવો.
  • સેવાની શરતોનો ભંગ થવાથી એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હોય.
  • સોફ્ટવેરમાં એવી કોઈ સુવિધા નથી જેની અમે ક્યાંય જાહેરાત જ કરી ન હોય — એવી અપેક્ષાના આધારે.

edit_note૫. રિફંડ કઈ રીતે માંગવુંHow to request a refund

  1. વિગત ભેગી કરો

    Razorpay તરફથી આવેલા SMS કે ઇમેઇલમાં પેમેન્ટ ID (દા.ત. pay_XXXXXXXXXXXX) મળશે.

  2. અમને ઇમેઇલ કરો

    kamal201983@gmail.com પર નીચેની વિગત સાથે લખો:

    • શાળાનું નામ અને ડાયસકોડ
    • પેમેન્ટ ID અને પેમેન્ટની તારીખ
    • કપાયેલી રકમ અને કઈ રીતે ભર્યું (UPI / કાર્ડ / નેટ-બેંકિંગ)
    • રિફંડ કેમ જોઈએ છે એનું ટૂંકું કારણ
    • બેંક-સ્ટેટમેન્ટ કે SMS નો સ્ક્રીનશોટ (હોય તો)
  3. ચકાસણી

    અમે Razorpay માં પેમેન્ટ ચકાસીશું અને ૩ કામકાજના દિવસમાં તમને જવાબ આપીશું — રિફંડ મંજૂર છે કે નહીં.

  4. રકમ પરત

    મંજૂર થાય તો રકમ જે ખાતામાંથી કપાઈ હોય એ જ ખાતામાં પરત મોકલવામાં આવે છે. રોકડમાં કે બીજા ખાતામાં રિફંડ આપવામાં આવતું નથી.

schedule૬. રકમ પરત આવવામાં કેટલો સમયRefund timeline

પગલુંસમય
વિનંતીનો જવાબ / ચકાસણી૩ કામકાજના દિવસ
મંજૂરી પછી રિફંડ શરૂ કરવું૨ કામકાજના દિવસ
બેંક/UPI માં રકમ જમા થવી૫ – ૭ કામકાજના દિવસ
કુલ (અંદાજે)૭ – ૧૨ કામકાજના દિવસ

રિફંડ મંજૂર થયા પછી બેંક કે કાર્ડ કંપની તરફથી રકમ જમા થવામાં લાગતો સમય એમના નિયમો પ્રમાણે હોય છે — એ અમારા હાથમાં નથી.

help_center૭. પેમેન્ટ થયું પણ મોડ્યુલ ચાલુ ન થયું?Paid but not activated

ગભરાવાની જરૂર નથી — રકમ ગઈ નથી. ક્રમશઃ આટલું કરો:

  1. લોગ-આઉટ કરી ફરી લોગ-ઈન કરો

    મોટા ભાગે આટલાથી જ મોડ્યુલ ચાલુ થઈ જાય છે.

  2. સોફ્ટવેરમાં જ "પેમેન્ટનો દાવો" નોંધાવો

    સોફ્ટવેરની ખરીદી-સ્ક્રીન પર પેમેન્ટ ID નાખવાનું ખાનું છે. ત્યાં pay_XXXXXXXXXXXX નાખીને મોકલો — અમે ચકાસીને ચાલુ કરી દઈશું.

  3. તો પણ ન થાય તો ઇમેઇલ કરો

    ડાયસકોડ + પેમેન્ટ ID સાથે લખો. અમે ચાલુ કરી આપીશું, અથવા ન થઈ શકે તો પૂરી રકમ પરત આપીશું.

event_busy૮. રદ કરવું (Cancellation)Cancellation

  • સબસ્ક્રિપ્શન આપોઆપ રિન્યુ થતું નથી, એટલે રદ કરવા માટે કશું કરવાની જરૂર નથી — ફરી ન ભરો એટલે મુદત પૂરી થતાં એ આપોઆપ બંધ થઈ જાય છે.
  • મુદત પૂરી થાય તો પણ તમારો ડેટા ભૂંસાતો નથી. ફરી સબસ્ક્રિપ્શન લેશો ત્યારે જૂનો બધો ડેટા એમનો એમ મળશે.
  • એકાઉન્ટ કાયમ માટે બંધ કરવું હોય તો ઇમેઇલ કરો — પહેલાં તમારો ડેટા નિકાસ (Excel/PDF) કરી લેવો.

support_agent૯. ફરિયાદ નિવારણGrievance redressal

રિફંડ કે પેમેન્ટ બાબતે અસંતોષ હોય તો નીચેના ઇમેઇલ પર "Grievance" વિષય સાથે લખો. અમે ૭ કામકાજના દિવસમાં નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું.

contact_supportસંપર્ક કરો

રિફંડ કે પેમેન્ટ સંબંધી કોઈ પણ સવાલ માટે — ડાયસકોડ અને પેમેન્ટ ID સાથે લખો.

apartment
સેવા આપનારTeacher Design Lab
mail
ઇમેઇલ smcsoftware@teacherdesignlab.in
call
ફોન / વોટ્સએપ+91 6353103822
location_on
સરનામું[સરનામું], ગુજરાત, ભારત