૧. ટૂંકમાં નીતિPolicy in short
૨. શું ખરીદાય છે અને કેટલામાંWhat you are buying
- ખરીદી એટલે તમે પસંદ કરેલા કોમ્બો પેક નું ૧ વર્ષ (૩૬૫ દિવસ) નું સબસ્ક્રિપ્શન. ચારેય પેક એકસાથે લો એટલે આખું સોફ્ટવેર.
- ભાવ ભારતીય રૂપિયા (₹) માં, એક શાળા (એક ડાયસકોડ) માટે. ભાવ બે વાત પર આધારિત છે — (૧) શાળાની વિદ્યાર્થી-સંખ્યા અને (૨) કેટલા પેક લીધા. ₹ ૫૯૯ થી ₹ ૩,૨૯૯ સુધી. આખું ભાવપત્રક સુવિધા પાના પર અને સોફ્ટવેરના «ભાવપત્રક» પાના પર છે.
- સાત મોડ્યુલ કાયમ મફત છે — એ કોઈ પેકમાં નથી અને એના પૈસા લેવાતા નથી.
- સબસ્ક્રિપ્શન આપોઆપ રિન્યુ થતું નથી — બેંક ખાતામાંથી આપોઆપ કોઈ રકમ કપાતી નથી.
- 💳 હપ્તા : બિલ ₹ ૨,૦૦૦ થી વધે ત્યારે બે હપ્તે ભરવાનો વિકલ્પ મળે છે (અડધું અત્યારે, અડધું ૬ મહિને). હપ્તાની સગવડ લેવાથી કુલ રકમ ₹ ૧૦૦ વધુ થાય છે. બંને હપ્તાનું અલગ બિલ મળે છે.
| વિગત | શું છે |
|---|---|
| ભાવ | ₹ ૫૯૯ થી ₹ ૩,૨૯૯ — વિદ્યાર્થી-સંખ્યા અને કેટલા પેક લીધા એ પ્રમાણે |
| મુદત | ૧ વર્ષ (૩૬૫ દિવસ) |
| કોના માટે | એક શાળા (એક ડાયસકોડ) |
| શું સામેલ | પસંદ કરેલા પેકનાં મોડ્યુલ અને એનાં અપડેટ (ચારેય પેક લો તો એ વર્ષે આવતાં નવાં મોડ્યુલ પણ) |
| હપ્તા | બિલ ₹ ૨,૦૦૦ થી વધે તો બે હપ્તે (કુલ ₹ ૧૦૦ વધુ) |
| GST | લાગુ પડતો નથી — «પેમેન્ટ રસીદ» મળે છે |
| બિલ | સોફ્ટવેરમાં «🧾 મારાં બિલ» માંથી ગમે ત્યારે PDF |
| ચુકવણી ક્યારથી | ૨૪ ઓગસ્ટ, ૨૦૨૬ થી ચાલુ |
ભાવ બદલાઈ શકે છે. ખરીદી વખતે સોફ્ટવેરમાં દેખાતો ભાવ જ અંતિમ ગણાશે.
૩. રિફંડ ક્યારે મળેWhen a refund is given
નીચેના સંજોગોમાં પૂરેપૂરી રકમ પરત આપવામાં આવે છે:
- ડુપ્લિકેટ પેમેન્ટ — એક જ સબસ્ક્રિપ્શન માટે ભૂલથી બે (કે વધુ) વાર રકમ કપાઈ હોય. વધારાની બધી રકમ પરત મળશે.
- નિષ્ફળ પેમેન્ટ — બેંક ખાતામાંથી રકમ કપાઈ પણ પેમેન્ટ નિષ્ફળ ગયું અને મોડ્યુલ ચાલુ ન થયું.
- ટેકનિકલ કારણે સેવા ન મળી — પેમેન્ટ પછી પણ અમારી બાજુની ટેકનિકલ ખામીના કારણે મોડ્યુલ ચાલુ ન થઈ શક્યું અને અમે એ સુધારી ન શક્યા.
- ખોટી રકમ — ભાવ કરતાં વધારે રકમ કપાઈ હોય તો વધારાની રકમ પરત મળશે.
૪. રિફંડ ક્યારે ન મળેWhen a refund is not given
- સબસ્ક્રિપ્શન ચાલુ થઈ ગયું અને મોડ્યુલ વપરાવાનું શરૂ થઈ ગયું — પછી "હવે નથી જોઈતું" કહેવાથી રિફંડ મળશે નહીં.
- વર્ષ પૂરું થાય એ પહેલાં વાપરવાનું બંધ કરો — બાકીના મહિનાના પૈસા પરત મળતા નથી (કોઈ પ્રમાણસર/pro-rata રિફંડ નહીં).
- શાળા બંધ થાય, વિદ્યાર્થી-સંખ્યા ઘટે કે આચાર્ય/શિક્ષક બદલાય — એ કારણે રિફંડ મળતું નથી.
- ઇન્ટરનેટ ન હોવું, ડિવાઇસ બગડવો, વીજળી ન હોવી કે વપરાશકર્તાની ભૂલથી ડેટા ખોટો ભરાવો.
- સેવાની શરતોનો ભંગ થવાથી એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હોય.
- સોફ્ટવેરમાં એવી કોઈ સુવિધા નથી જેની અમે ક્યાંય જાહેરાત જ કરી ન હોય — એવી અપેક્ષાના આધારે.
- પેક બદલવો છે — દા.ત. "વિદ્યાર્થી પેકને બદલે ગુણવત્તા પેક જોઈતો હતો". ચાલુ સબસ્ક્રિપ્શનનું રિફંડ મળતું નથી; બીજો પેક અલગથી ખરીદવો પડશે. એટલે ખરીદતાં પહેલાં પેકમાં કયાં મોડ્યુલ છે એ બરાબર જોઈ લેવું.
- વધારે પેક લેવાનું મન થાય — પહેલાં ૧ પેક લીધો હોય અને પછી ૩ પેકવાળી છૂટ જોઈતી હોય તો ભરેલી રકમ સરભર (adjust) થતી નથી.
૪.૧ હપ્તા યોજના અને રિફંડInstalments & refund
- બીજો હપ્તો ન ભરવો હોય તો? ભરવો ફરજિયાત નથી — કોઈ દંડ કે વસૂલાત નથી. નિયત તારીખ પછી પેકવાળાં મોડ્યુલ બંધ થઈ જશે, બસ.
- ડેટાનું શું? તમારો ભરેલો બધો ડેટા સચવાયેલો રહે છે. બાકીનો હપ્તો (કે નવું સબસ્ક્રિપ્શન) ભરો એટલે બધું જેમનું તેમ પાછું મળે છે. કાયમ મફત મોડ્યુલ તો ચાલુ જ રહે છે.
- બીજો હપ્તો ભર્યા પછી રિફંડ? મળતું નથી — એ પણ વપરાયેલી સેવા જ છે.
- બંને હપ્તા ભરવા છતાં ટેકનિકલ કારણે સેવા ન મળી તો ઉપર વિભાગ ૩ મુજબ પૂરેપૂરું રિફંડ મળશે.
- હપ્તાની સગવડનો ₹ ૧૦૦ નો વધારાનો ખર્ચ પણ પરત મળતો નથી.
૫. રિફંડ કઈ રીતે માંગવુંHow to request a refund
-
વિગત ભેગી કરો
Razorpay તરફથી આવેલા SMS કે ઇમેઇલમાં પેમેન્ટ ID (દા.ત.
pay_XXXXXXXXXXXX) મળશે. -
અમને ઇમેઇલ કરો
smcsoftware@teacherdesignlab.in પર નીચેની વિગત સાથે લખો:
- શાળાનું નામ અને ડાયસકોડ
- પેમેન્ટ ID અને પેમેન્ટની તારીખ
- કપાયેલી રકમ અને કઈ રીતે ભર્યું (UPI / કાર્ડ / નેટ-બેંકિંગ)
- રિફંડ કેમ જોઈએ છે એનું ટૂંકું કારણ
- બેંક-સ્ટેટમેન્ટ કે SMS નો સ્ક્રીનશોટ (હોય તો)
-
ચકાસણી
અમે Razorpay માં પેમેન્ટ ચકાસીશું અને ૩ કામકાજના દિવસમાં તમને જવાબ આપીશું — રિફંડ મંજૂર છે કે નહીં.
-
રકમ પરત
મંજૂર થાય તો રકમ જે ખાતામાંથી કપાઈ હોય એ જ ખાતામાં પરત મોકલવામાં આવે છે. રોકડમાં કે બીજા ખાતામાં રિફંડ આપવામાં આવતું નથી.
૬. રકમ પરત આવવામાં કેટલો સમયRefund timeline
| પગલું | સમય |
|---|---|
| વિનંતીનો જવાબ / ચકાસણી | ૩ કામકાજના દિવસ |
| મંજૂરી પછી રિફંડ શરૂ કરવું | ૨ કામકાજના દિવસ |
| બેંક/UPI માં રકમ જમા થવી | ૫ – ૭ કામકાજના દિવસ |
| કુલ (અંદાજે) | ૭ – ૧૨ કામકાજના દિવસ |
રિફંડ મંજૂર થયા પછી બેંક કે કાર્ડ કંપની તરફથી રકમ જમા થવામાં લાગતો સમય એમના નિયમો પ્રમાણે હોય છે — એ અમારા હાથમાં નથી.
૭. પેમેન્ટ થયું પણ મોડ્યુલ ચાલુ ન થયું?Paid but not activated
ગભરાવાની જરૂર નથી — રકમ ગઈ નથી. ક્રમશઃ આટલું કરો:
-
લોગ-આઉટ કરી ફરી લોગ-ઈન કરો
મોટા ભાગે આટલાથી જ મોડ્યુલ ચાલુ થઈ જાય છે.
-
સોફ્ટવેરમાં જ "પેમેન્ટનો દાવો" નોંધાવો
સોફ્ટવેરની ખરીદી-સ્ક્રીન પર પેમેન્ટ ID નાખવાનું ખાનું છે. ત્યાં
pay_XXXXXXXXXXXXનાખીને મોકલો — અમે ચકાસીને ચાલુ કરી દઈશું. -
તો પણ ન થાય તો ઇમેઇલ કરો
ડાયસકોડ + પેમેન્ટ ID સાથે લખો. અમે ચાલુ કરી આપીશું, અથવા ન થઈ શકે તો પૂરી રકમ પરત આપીશું.
૮. રદ કરવું (Cancellation)Cancellation
- સબસ્ક્રિપ્શન આપોઆપ રિન્યુ થતું નથી, એટલે રદ કરવા માટે કશું કરવાની જરૂર નથી — ફરી ન ભરો એટલે મુદત પૂરી થતાં એ આપોઆપ બંધ થઈ જાય છે.
- મુદત પૂરી થાય તો પણ તમારો ડેટા ભૂંસાતો નથી. ફરી સબસ્ક્રિપ્શન લેશો ત્યારે જૂનો બધો ડેટા એમનો એમ મળશે.
- એકાઉન્ટ કાયમ માટે બંધ કરવું હોય તો ઇમેઇલ કરો — પહેલાં તમારો ડેટા નિકાસ (Excel/PDF) કરી લેવો.
૯. ફરિયાદ નિવારણGrievance redressal
રિફંડ કે પેમેન્ટ બાબતે અસંતોષ હોય તો નીચેના ઇમેઇલ પર "Grievance" વિષય સાથે લખો. અમે ૭ કામકાજના દિવસમાં નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું.